હિંમતનગર, તા.૯
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલ કોરોના પોઝિટિવ અમદાવાદના બુટલેગરનું મોત નિપજ્યું હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. પ્રાંતિજ તાલુકાના સાંપડ ગામના ત્રણ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પ્રાંતિજ તાલુકાના સાંપડ ગામના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દ્વારા લોકલ ટ્રન્સમીશનથી દર્દીના સંપર્કમાં આવેલા લોકોના કોરોના સેમ્પલ લેબ પરીક્ષણ કરીને આવા લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. જે દરમિયાન સાંપડ ગામના એક યુવક અને બે મહિલાઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયુ છે.