હિંમતનગર, તા.૬
હિંમતનગર શહેરની પન્નાપાર્ક સોસાયટીમાં રહેતા પુરૂષ અને જીવનધારા સોસાયટીમાં રહેતા ૧ મહિલા દર્દી સહિત ગાયત્રી મંદિર નજીક આવેલી સોસાયટીમાં ૫૮ વર્ષીય વૃદ્ધનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં આવેલી શિવમ સોસાયટીમાં રહેતા એક વૃદ્ધનો પણ રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામમાં ૮૦ વર્ષીય વૃદ્ધનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. હિંમતનગર શહેરની જીવનધારા અને પન્નાપાર્ક સોસાયટીમાં કોરોના પોઝિટિવ કેસો આવતા આ વિસ્તારને કોરોન્ટાઇન કરીને સર્વે માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં લોકડાઉન બાદ લોકો જાહેરમાં ફરતા હોવાને કારણે કેસોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે.