હિંમતનગર, તા.ર૪
ભારત કૃષિ પ્રધાન દેશ છે અને વર્ષોથી કૃષિ ક્ષેત્રે નામના મેળવી છે. ત્યારે ભાજપની કેન્દ્ર સરકાર ખેડૂત વિરોધી વલણ અપનાવી રહી છે. ભાજપની બહેરી સરકાર ખેડૂતોને સતત દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. દેશના અન્નદાતાઓ ખેતી કરી જીવન નિર્વાહ કરતા આવ્યા છે અને સાથે જ દેશના લોકો સુધી અનાજ પહોંચાડી રહ્યા છે. ત્યારે આ સરકાર ખેડૂત વિરોધી કાયદા બનાવીને ઉદ્યોગપતિઓને ફાયદા કરાવવા જઈ રહી છે એના વિરોધમાં આખા દેશના ખેડૂતો દિલ્હી ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એક મહિના કરતા વધુ સમયથી ખેડૂતો દિલ્હી ખાતે પ્રદર્શનની સાથે આખાય દેશમાં ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હોવા છતાં સરકારના પેટનું પાણી પણ હલતું ના હોવાથી કોંગ્રેસ પક્ષ દ્વારા પણ આ ત્રણ કાળાકાયદાનો વિરોધ કરી ખેડૂતોને સમર્થન આપવાનું પ્રદેશ સમિતિએ નક્કી કરતા આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા ત્રણ કાળાકાયદાની હોળી કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા હિંમતનગર ટાવર ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખ કમલેશ પટેલ, તાલુકા પ્રમુખ સુરેશ પટેલ, જિલ્લા યુવક પ્રમુખ પરિયવદન પટેલ, શહેર પ્રમુખ ઈશ્વરભાઈ દેસાઈ, મહિલા પ્રમુખ જ્યોતિબેન, યુથ પ્રમુખ રાકેશસિંહ, મુકેશસિંહ, મહેશસિંહ, એ.સી.પ્રમુખ કાંતિભાઈ ચમાર, કાંતિભાઈ પરમાર, કમળાબેન, ટી.વી.પટેલ, ઈમરાન બાદશાહ, સુનેસરા સાહેબ તથા અન્ય કોંગ્રેસ આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.