સાબરકાઠા જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી મીટિંગ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રભારી હેમંત ઓગલેજી, સહ પ્રભારી મોહમ્મદ શાહીદજી, સાબરકાઠા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રભારી ભાવેશભાઇ દેસાઇ અને દશિઁતભાઇ પટેલની ઉપસ્થિતમાં અને સાબરકાઠા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રિયવદન પટેલની આગેવાનીમાં હિમતનગર ખાતે યોજાઇ હતી. જેમા આગામી સ્થાનિક સ્વરાજ ચુંટણી અનુંલક્ષીને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં જિલ્લા યુથના ઉપ પ્રમુખ મુદ્‌સર વિજાપુરા, મહામંત્રીઓ ગૌતમ સુતરીયા , નારાયણસિહ, ગિરીશ પટેલ, ઇમરાન દાવડા, હિમતનગર તાલુકા યુથ પ્રમુખ રાકશસિહ ચૌહાણ, પ્રાંતિજ તાલુકા પ્રમુખ ઘવલસિહ બારૈયા, ઇડર તાલુકા પ્રમુખ મૌલિક પટેલ, ખેડબ્રહ્મા શહેર પ્રમુખ ભાવિન પટેલ, વડાલી તાલુકા પ્રમુખ રમેશભાઇ, કુમાર ભાટ, નરેન્દ્રસિંહ, અલ્પેશ, કલ્પેશ, અરમાન અને મિડીયા કન્વીનર યુસુફભાઈ બચ્ચા ઉપસ્થિત રહ્યા હતા.