વડોદરા, તા.પ
મહાત્મા ગાંધીજીએ સાબરમતીથી દાંડી સુધી પદયાત્રા કરી હતી પરંતુ કોરોનાની મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું પાલન જળવાય તે હેતુથી શહેરનો રાહુલ રાજગોપાલ, એમ.એસ.યુનિ.નો વિદ્યાર્થી સાહિલ જેક્સન, એસવીઆઈટીનો એનએસએસનો સ્વયંસેવક અવિનાશ સરદાના તેમજ મધ્યપ્રદેશના રીન્કુ ખુસવાએ તા.૩જી ડિસેમ્બરથી સાબરમતીથી દાંડી સુધીની સાયકલયાત્રા શરુ કરી છે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સ્વચ્છતાના પ્રચાર સાથે ચારેય યુવાનો સાબરમતીથી વહેલી સવારે પોતાની યાત્રા શરુ કરી હતી, જેઓ ૩૫૫ કિમીનું અંતર માત્ર ચાર દિવસમાં પૂર્ણ કરી તા.૬ઠ્ઠીએ દાંડી પહોંચશે. યાત્રા દરમિયાન તેઓ ગામડાઓમાં રાત્રી રોકાણ કરીને ભાવિ પેઢીને ખનીજો અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર તંદુરસ્ત પર્યાવરણ મળે, દરેકને ભણવાનો અધિકાર છે, ગામડાઓમાં ઠેર-ઠેર લાયબ્રેરી વસાવો, બાળકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપો, કોરોનાની મહામારી વચ્ચે માસ્ક પહેરો, હાથ વારંવાર સેનિટાઈઝ કરો જેવા સંદેશાઓ આપી રહ્યા છે.