અમદાવાદ, તા.ર૬
ઉત્તર રેલવેના વારાણસી સ્ટેશન પર પ્લેટફોર્મ નં.૮ પર સીસી એપ્રનના નિર્માણ કાર્યને લીધે ૧પ જૂનથી ર૬ જુલાઈ સુધી ૪ર દિવસનો ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો હતો. લખનૌ ડિવિઝન અનુસાર આ કામ ૩ ઓગસ્ટ સુધી પૂર્ણ થઈ શકશે. જેથી આ બ્લોકને આઠ દિવસ લંબાવવામાં આવ્યો છે. ટ્રેન નં.૧૯૧૬૭ અમદાવાદ-વારાણસી સાબરમતી એક્સપ્રેસ ર૬,ર૮,૩૦ અને ૩૧ જુલાઈ સુધી તથા ટ્રેન નં. ૧૯૧૬૮ વારાણસી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ ર૯, ૩૧ જુલાઈ તથા ર અને ૩ ઓગસ્ટ સુધી (કુલ ચાર ટ્રીપ) રદ રહેશે તેમ પશ્ચિમ રેલવેની એક યાદીમાં જણાવ્યું હતું.