(એજન્સી) તા.૧૫
લેબેનોનમાં થયેલા ૧૯૮રનું સાબરા અને શાતીલા હત્યાકાંડમાંથી બચી ગયેલાઓએ એક સાથે મળીને ઓનલાઈન બેઠક મંચ ઝૂમના સત્રને રદ કરવા અંગે નિંદા કરી હતી. જેમાં પેલેસ્ટીની પ્રતિકાર ફાઈટર લૈલા ખાલેદ ગયા મહિને પ્રવચન આપવાના હતા. સ્વદેશી લોકોના દિવસ તરીકે આજે જાહેર કરાયેલા એક નિવેદનમાં જૂથે લખ્યું : મૂમ, ફેસબુક અને યુ-ટયુબ દ્વારા ઓપન કલાસરૂમ વેબિનાર અચાનક રદ કરાતા અમે આશ્ચર્યચકિત છીએ અને આ આશ્ચર્ય પમાડનાર છે. વેબિનારનો વિષય : કોનું કથન ? લિંગ, ન્યાય અને પ્રતિકાર હતું. અમે આમંત્રિત પ્રવચનકારોમાંથી એક શ્રીમતી લૈલા ખાલેદ અંગે વાંધો ઉઠાવનાર મીડિયા જાયન્ટસ અને યુનિવર્સિટી પર મુકાઈ રહેલા રાજકીય દબાણોથી સંપૂર્ણપણે વાકેફ છીએ. ખાલેદને ૧૯૬૯માં ટીડબ્લયુએ ફલાઈટ ૮૪૦ના અપહરણમાં તેની ભૂમિકા બદલ જેલમાં મોકલી કેદ કરાયા હતા અને અનુગામી વર્ષમાં ચારમાંથી એક સાથે બનેલા ડોવસન ફિલ્ડ અપહરણમાં પણ તેઓએ આગળ કહ્યું, લૈલા ખાલેદ નારીવાદ અને મુકિતના એક ચિહ્ન છે. તેણે કયારેય કોઈની હત્યા કરી નથી અપહરણમાં પણ નહીં. તેની વિનંતી એમ હતી કે પાયલોટે હાઈફા ઉપર વિમાન ઉડાવવું જોઈતું હતું. જેથી તેણી તે સ્થળ જોઈ શકે જયાં તેના જખ્મ થયો હતો અને જયાં તેને પાછા ફરવા માટે કયારેય પરવાનગી અપાઈ નહોતી જયારથી તેણી અને તેનો પરિવાર ૭,પ૦,૦૦૦ પેલેસ્ટીની સહિત વિસ્થાપિત થઈ ગયું હતું. એક શરણાર્થી તરીકે તેણી પોતાના પૂર્વજોનું ઘર જોવા માટે કેટલી બધી ઈચ્છીત હતી. ડો. સ્વી અંગે આમાં સહી કરી હતી, જેણે ગાઝા પરના ગેરકાયદેસર ઘેરો તોડવા અને ર૦૧૮માં ગાઝાપટ્ટીને બેહદ જરૂરી સહાય પહોંચાડવાનો પ્રયાસ કરી રહેલા ફ્રીડમ ફલોટિલા પર ઈઝરાયેલના ઘાતકી હુમલાનો અનુભવ કર્યો હતો. અંતમાં નિવેદનમાં હતું. ન તો ઝૂમ અથવા સાન ફ્રાન્સિસ્કો સ્ટેટ યુનિ. (એસએફએસયુ)ને ઘોર અન્યાયોથી પીડાતા લોકોના અવાજોને સાંભળતા અગાઉ દબાવી દેવાની મંજૂરી ન મળવી જોઈએ. સ્વતંત્ર વાણીને દબાવી દેવું તે ન્યાય સામેનો ગુનો છે. અમે માગણી કરીએ છીએ કે ઝૂમ શકય હોય તેટલી વહેલી તકે વેબિનાર પ્રત્યેની તેની સેન્સરશીપ પાછી ખેંચી લે. જેથી મુકિતના આ ચિહ્નોના અવાજો અને ન્યાય માટેના સંઘર્ષ, સ્વતંત્રતા અને સમાનતાને સંભાળવાથી વિશ્વભરના લોકોને વંચિત રાખવામાં ન આવે.