(સંવાદદાતા દ્વારા)
કોડીનાર, તા.૧૮
કોડીનાર તાલુકાના સરખડી ગામે શાપુરજી પાલનજી અને સીમર પોર્ટ નામની કંપનીએ અનુ. સમાજના ખેડૂતો સાથે છેતરપિંડી કરી દસ્તાવેજ કર્યા બાદ શરત ભંગ કરતા આ અંગે સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સરખડી ગામના અનુ. જાતિના ખેડૂતોએ પોતાની જમીન ૨૦૧૨માં ખેડૂત પરિવારને કંપનીમાં નોકરી આપવાની શરતે શાપુરજી પાલોનજી પ્રા. લી. કંપનીને વેચાણ કરી હતી. તેમજ ખેડૂતો પરિવારને નોકરી આપવા કંપનીએ લેખિત બાંહેધરી આપી હોવા છતાં આજદિન સુધી કંપનીએ વચનનું પાલન કર્યું નથી. તેમજ શરત મુજબ જ્યાં સુધી કંપની વળતર અને નોકરીની શરતો પૂરી ના કરે ત્યાં સુધી જમીનનો કબજો ખેડૂત પાસે જ રહેશે તેવી શરત હોવા છતાં કંપની દ્વારા ગેરકાયદેસર ગતકડાં રચી ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા હોય ખેડૂતો અને કંપની વચ્ચેના કરારના સાધનિક કાગળો અને રજૂઆતને ધ્યાને રાખીને સંબંધિત કંપની વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા માંગ કરી, જો દિવસ ૧૫મા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સામાજિક એકતા જાગૃતિ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Recent Comments