સુરત, તા.૨૮
કોરોનાને અટકાવવા માટે જાહેર કરાયેલા લોક ડાઉનમાં બહાર નીકળવા માટે હવે સામાજિક સંસ્થાના નામનો સહારો લેવામાં આવી રહ્યો છે. સંખ્યાબંધ સામાજિક સંસ્થા મહાનગર પાલિકા પાસે પાસ લેવા માટે દોડી આવતા તંત્ર મૂંઝવણમાં મુકાયું છે. સેવાના નામે કેટલાક લોકો માત્ર ફરવા માટે પાસ લઈ રહ્યા હોય તેવી ફરિયાદ પણ થઈ રહી છે. આવા સંજોગોમાં મહાનગરપાલિકા પાસ આપવામાં નિયંત્રણ લાદી રહી છે પરંતુ કેટલાક કોર્પોરેટરો આ કહેવાથી સામાજિક સંસ્થાનો ઉપરાણું લઇને પાસ ઇસ્યુ કરવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ પર દબાણ કરી રહ્યા છે. રાજકીય દબાણને કારણે મહાનગરપાલિકાએ પાસ ઈસ્યુ કરવા માટે ફરજ પડી રહી છે. આ પ્રકારના પાસ આપવામાં કંટ્રોલ નહીં કરાય તો સમસ્યા વધી જાય તેવી શક્યતા જણાઇ રહી છે. સંખ્યાબંધ સામાજિક સંસ્થા સેવાને નામે શહેરને ખતરા તરફ લઇ જઇ રહી છે. તેવી ચર્ચા ચાલી રહી છે.
સામાજિક સંસ્થા ભૂખ્યા લોકોને ભોજન આપી રહી છે તેવા કારણો આગળ ધરીને સંખ્યાબંધ સંસ્થાઓએ મહાનગરપાલિકામાં પાસ થવા માટે ભીડ લગાવી છે. સેવાના નામે કેટલાક લોકો માત્ર ફરવા માટે પાસ લઈ રહ્યા હોય તેવી ફરિયાદ પણ થઈ રહી છે.આવા સંજોગોમાં મહાનગરપાલિકા પાસ આપવામાં નિયંત્રણ લાદી રહી છે પરંતુ કેટલાક કોર્પોરેટરો આ કહેવાથી સામાજિક સંસ્થાનો ઉપરાણું લઇને પાસ ઇસ્યુ કરવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ પર દબાણ કરી રહ્યા છે. રાજકીય દબાણને કારણે મહાનગરપાલિકાએ પાસ ઈસ્યુ કરવા માટે ફરજ પડી રહી છે.