અમદાવાદ,તા.ર૪

શિક્ષણ બોર્ડે ધો.૧ર સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ ૪૩.૩૭ ટકા  જાહેર કર્યું છે. આ વર્ષે પરીક્ષાર્થીઓને ર૦ ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧ર સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ  અને ઉચ્ચતર બુનિયાદી પ્રવાહની પરીક્ષાનું પરિણામ ૭૬.ર૯ ટકા જાહેર કરાયું છે. જે ગત વર્ષના  ટકાવારીથી ૩.૦ર ટકા વધુ આવ્યું છે. ચાલુ વર્ષે ૩,૭૧,૭૭૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ર,૮૩,૬ર૪  વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ઉપરાંત  ગુજરાતમાં ધોરણ-૧ર સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું ૪૩.૩૭ ટકા પરિણામ જાહેર થયું છે. આ પરીક્ષામાં ૧,રર,ર૪પ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૧૦૩૬૪૯ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જયારે ૪૪,૯૪૮ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. આ વર્ષે પરીક્ષાર્થીઓને ર૦ ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. તેમજ બનાસકાંઠાનું સોની કેન્દ્ર ૯૭.૭૬ ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે. ગત વર્ષ અમદાવાદનું નવરંગપુરા કેન્દ્રનું સૌથી વધુ ૯પ.૬૬ ટકા પરિણામ હતું.