(એજન્સી)               તા.૯

ફેસબુક પર જ્ઞાતિવાદી અપમાન અને બદનક્ષી સાથે જાદવપુર યુનિવર્સિટીના એસોસીએટ પ્રો.મરુના મુર્મુ પર કરવામાં આવેલ પ્રહારોના થોડા દિવસો બાદ પ.બંગાળના તમામ શાખાના શિક્ષણવિદોએ મરુના મુર્મુ પ્રત્યે પોતાની એકતા વ્યક્ત કરી છે અને શહેરની અગ્રણી કોલેજના એક વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢી છે.

શિક્ષણવિદોએ વિદ્યાર્થી સમુદાય દ્વારા મોટા ભાગે ટિપ્પણી કરનાર વિદ્યાર્થીને પ્રાપ્ત થયેલ સમર્થન દ્વારા જે જાતિવાદી અને વંશીય નફરત જાહેર થઇ છે તેના પર ઊંડો આઘાત વ્યક્ત કર્યો છે. સોમવારે પ્રેસિડન્સ યુનિવર્સિટીના ૮૦ કરતાં વધુ સભ્યોએ મુર્મુના સમર્થનમાં એક નિવેદન પર સહી કરી હતી. આ ટિપ્પણીના પગલે અનામતના વરદાન અને અભિષાપ તેમજ એક મહિલા પ્રાધ્યાપકને નિશાન બનાવીને જ્ઞાતિવાદી અપશબ્દોના માર પર સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચા છેડાઇ છે.      મુખ્ય ધારાના ભારતીય સમાજમાંથી આદિવાસી સમાજની ઐતિહાસિક બાદબાકીને જોતા ડો.મેર્મુર્ની કોઇ પણ જાતના દોષ વગરની શૈક્ષણિક સફળતા આપણા તમામ માટે ગર્વ સમાન છે. જો તેમના જેવા સિદ્ધહસ્ત શિક્ષણવિદને તેમની ઓળખને કારણે નિશાન બનાવવામાં આવતાં હોય તો સામૂહિક આદિવાસી સમુદાયની યાતનાઓ અંગે વિચારતાં થરથરી ઉઠાય છે એવું પોલિટીકલ સાયન્સના પ્રો.પ્રદીપ બાસુ અંગ્રેજીના શાંતા દત્તા અને અર્થશાસ્ત્રના ઝાકીર હુસેન જેવા પ્રાધ્યાપકો સહિત વરિષ્ઠ શિક્ષણવિદોએ સહી કરેલા નિવેદનમાં જણાવાયું હતું.

રેસિડન્સ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો ઉપરાંત જાદવપુર યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન, ઓલ બેંગાલ યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન, જાદવપુર યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ બેથ્યુન કોલેજ સ્ટુડન્ટ કમિટી અને પીઆઇએસએસ મુંબઇના આદિવાસી સ્ટુડન્ટ ફોરમે પણ મુર્મુ પર આ જાતના પ્રહારોને વખોડી કાઢતાં નિવેદનો ઇસ્યૂ કર્યા હતાં.