વઢવાણ, તા.ર૧
સાયલા સર્કલ પાસે કાર અકસ્માતમાં એન.આર.આઈ. મહિલાનું મોત થયું હતું. વલસાડથી રાજકોટ પરિવાર બહેનના લગ્નમાં જવા માટે નીકળેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેના પગલે કુટુંબમાં માતમ પ્રસરી જવા પામ્યો હતો. સાયલા સર્કલ પાસે પુરઝડપે આવતા ટ્રક ચાલકે ટર્ન લેતા પાછળ વલસાડથી રાજકોટ તરફ જતી કારના ચાલક રૂસ્તમભાઈ મીરઝાએ સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા સાયલા સર્કલ પાસે ધડાકાભેર અકસ્માત થયો હતો. જેમાં આગળની સીટમાં બેસેલના પોરબંદરના રહીશ અને યુકેથી આવેલા સરોજબેન કાનજીભાઈ પ્રજાપતિને માથામાં અને શરીરે તેમજ પાછળની સીટમાં બેઠેલા કંચનબેન, હેમાબેન અને તેના પુત્ર રાજનને શરીરના ભાગે ઈજા થતા સર્કલ ઉપર લોકોની ભીડ જમા થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોનો નજીક આવેલા દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા. જેમાં કંચન બેનને માથાના ભાગે ઈજા થતાં અમદાવાદ લઈ જવાયા હતા અને હેમાબેન અને રાજનને રાજકોટ ખસેડવાયા હતા. જેમાં યુકેથી આવેલી સરોજબેનનું મોત થયું હતું. જેની જાણ થતાં પ્રજાપતિ સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
સાયલા સર્કલ પાસે અકસ્માતમાં યુકેથી આવેલ મહિલાનું મોત

Recent Comments