(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.૨૩
અંકલેશ્વરના સારંગપુર પાસેની પદમાવતી નગરમાં પત્ની પર આડાસંબંધની શંકા રાખીને પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી, જે ઘટનામાં હત્યારા પતિને જીઆઇડીસી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર તાલુકા સારંગપુર ગામ નજીક આવેલનાં પદમાવતી નગરનાં જી-૩, મકાનમાં ભાડે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના રહેવાશી દિલદારસિંહ બચ્ચુસિંહ સિકરવાર ને તેમની ૨૭ વર્ષીય પત્ની આશાદેવીના આડાસંબંધ હોવાની શંકામાં દિલાવરસિંહે પત્નીની હત્યા કરી દીધી હતી. આ ઘટના અંગે જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી હત્યારા પતિ દિલાવરસિંહ ને નજીક માંથી ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.