ભાવનગર,તા.૧૦
જેલમાં રહેલ કેદીઓ સમાજમાં કોઈને કોઈ પ્રકારનો ગુનો કરીને, કાયદાનો ભંગ કરીને જેલમાં આવે છે. આવા પ્રકારના ગુનેગારોને જેલમાં પણ તેમના હકો અને અધિકારોના મુલ્યનું જતન થાય અને તેમની સાથે માનવીય અભિગમ અપનાવી તેમને એક સારા નાગરિક બનાવવા માટે ઘણી સારસ પ્રવૃતિઓ ભાવનગર જિલ્લા જેલમાં કરવામાં આવે છે. જેના ભાગરૂપે વિશ્વ માનવ અધિકારદિન નિમિત્તે ભાવનગર જિલ્લા જેલના અધિક્ષક જે.આર. તરાલ તથા જેલર આર.બી. મકવાણાને ભારત અપરાધ એવમ માનવઅધિકાર નિવારણ સંઘ દ્વારા ભાવનગર જિલ્લા જેલના કેદીઓ સાથે માનવતા ભર્યું વલણ દાખવવા તથા સારી રચનાત્મક પ્રવૃતિઓના કદરરૂપે મેડલ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.