હર એક બેગમ અગરચે મુનફર્દ સે અપની સજધજ મેં
મગર જિતને ભી શૌહર હૈ બેચારે એક જૈસે હૈ
– સરફરાઝ શાહિદ

પશુઓમાં જો કોઈ માનવીય લક્ષણ જોવા મળે તો તે બાબત ખૂબ જ રસપ્રદ બની જાય છે અને તેમાં પણ વિશેષરૂપે મહિલાઓ. જેમ પત્નીઓ હંમેશા પોતાના પતિનો વાંક કાઢતી હોય છે તેવી જ રીતે આપણે ઘણી વખત એવી પરિસ્થિતિમાં મૂકાઈ જતાં હોઈએ છીએ જેમાં આપણને મૌન ધારણ કરી લેવું યોગ્ય લાગે છે અને ઘણી વખત આપણે અરેબિક કહેવતનું અનુસરણ કરીએ છીએ. આ અરેબિક કહેવત અનુસાર એક મૂર્ખ વ્યક્તિ પોતાની પત્નીને બોલવાનું બંધ કરવાનું કહે છે. જ્યારે એક ચતુર વ્યક્તિ પોતાની પત્નીને કહે છે કે, જ્યારે તેના હોઠ બીડાયેલા હોય છે ત્યારે તેનું મુખ ખૂબ જ સુંદર લાગે છે. અહીંયા પણ તસવીરમાં દેખાતી ઝિબ્રા પત્ની તેના પતિના કાનમાં ચીસો પાડી રહી છે અને બિચારો ઝિબ્રા ઉદાસ થઈને જાણે કે કહી રહ્યો છે કે બસ કર હવે…કાન…ના…ખાઈશ.
કેન્યાની રાજધાની નેરોબીમાં આવેલા નેરોબી ઉદ્યાનની બહાર બે ઝિબ્રાઓ ઘાસના મેદાનમાં ચરી રહ્યા હતા તે સમયની આ તસવીર છે.