• અમદાવાદ-સુરતમાં બે-બે દર્દીનાં મોત સહિત રાજ્યમાં વધુ ૮ દર્દીએ કોરોના સામે દમ તોડ્યો • ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૧.૬૧ લાખને પાર

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૦
રાજ્યમાં કોરોનાના કેસોનો આંકડો રોજ ઉપર નીચે થાય છે. પરંતુ કેસો એકદમ ઘટ્યા નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે, કોરોના ગયો નથી. તેમ છતાંં લોકો કોરોના છે જ નહીં કહીને બિન્દાસ્ત ફરતા જોવા મળે છે. ત્યારે આપણે માત્ર માસ્ક પહેરીએ તો જ સંક્રમણનો ખતરો મહદ્‌અંશે ઘટી શકે છે.
ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોરોનાથી બચવાની ગાઈડલાઈનનો અમલ પણ કરવો જરૂરી છે. તમારી સાવચેતી જ તમને બચાવી શકશે. રાજ્યમાં આજે વધુ ૧૧૨૬ નવા કેસ નોંધાયા છે. તેની સામે વધુ ૧૧૨૮ દર્દીઓ સાજા થયા છે. જ્યારે વધુ ૮ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. આમ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૧.૬૧ લાખને પાર થઈ ગયો છે. ત્યારે હજુ પણ રાજ્યમાં ૫.૪૦ લાખથી વધુ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. છેલ્લા ૨ દિવસમાં રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ખુબ જ ઘટાડો થયો હતો અને રાજ્યમાં ગઇ કાલે તો ૧૦૦૦થી પણ ઓછા કેસ આવ્યા હતા. ત્યારે આજે કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે ૧૧૨૬ પોઝિટિવ કેસ આવ્યા છે. માટે છેલ્લા ૨ દિવસની વાત કરવામાં આવે તો એવું કહી શકાય કે, કોરોનાનું સંક્રમણ ફરી વધી રહ્યું છે. ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૬૧,૮૪૮એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૮ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૬૫૪એ પહોંચ્યો છે. જ્યારે ૧૧૨૮ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ૮૮.૯૩ ટકા છે. આજે રાજ્યમાં ૫૨,૯૧૫ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્યભરમાં ૫૪,૭૯,૫૩૬ ટેસ્ટ કરાયા છે.
કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં સુરત કોર્પોરેશન ૧૬૭, અમદાવાદ કોર્પોરેશન ૧૬૪, રાજકોટ કોર્પોરેશન ૭૨, વડોદરા કોર્પોરેશન ૭૧, સુરત ૬૪, જામનગર કોર્પોરેશન ૪૬, મહેસાણા ૪૬, વડોદરા ૪૨, નર્મદા ૩૩, રાજકોટ ૩૨, સુરેન્દ્રનગર ૩૦, સાબરકાંઠા ૨૮, બનાસકાંઠા ૨૬, જામનગર ૨૫, ગાંધીનગર કોર્પોરેશન ૨૩, અમરેલી ૨૦, ગાંધીનગર ૨૦, ભરૂચ ૧૯, પંચમહાલ ૧૭, કચ્છ ૧૬, અમદાવાદ ૧૪, આણંદ ૧૪, ભાવનગર કોર્પોરેશન ૧૪, ગીર સોમનાથ ૧૩, પાટણ ૧૩, મોરબી ૧૨, દાહોદ ૧૧, જુનાગઢ ૧૧, જુનાગઢ કોર્પોરેશન ૧૦, નવસારી ૯, ખેડા ૭, તાપી ૭, ભાવનગર ૫, છોટા ઉદેપુર ૫, જ્યારે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૬૫૪એ પહોંચ્યો છે.