સાવરકુંડલા, તા.૨૫
આજ રિલીઝ થતી પદ્માવત ફિલ્મના વિરોધમાં ઠેર-ઠેર આપેલ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જેમાં અમરેલી જિલ્લો સંપૂર્ણ ખુલો રહેલો પરંતુ સાવરકુંડલા તાલુકાના જાબાળ ગ્રામજનો દ્વારા આજરોજ વહેલી સવારના જ અહીં પીપાવાવ સ્ટેટ હાઈવે બ્લોક કરી દેવાયો હતો. અહીં ગામમાંથી પસાર થતાં હાઈવે પર ગ્રામજનો દ્વારા ટાયરો સળગાવી બને તરફ રોડ બ્લોક કરી દેતા ૨ કિ.મી. સુધી વાહનોની લાંબી લાઇનો લાગી હતી જેથી પોલીસ અહીં દોડી આવી અને સળગેલા ટાયરો દૂર કરી સ્ટેટ હાઈવેને ફરી ધબકતો કર્યો હતો ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા ગામમાં સંપૂર્ણ બંધ પાળવામાં આવ્યો હતો અને રાજપૂત સમાજ દ્વારા અહીં મામલતદારને આવેદન આપી આ ફીલ રોકવા નિમંગ કરાઈ હતી.