અમરેલી,તા.૨૦
સાવરકુંડલા નગરપાલિકામાં નોકરી કરતા સંજયભાઈ વિનુભાઈ ત્રિવેદી પોતાની ફરજ ઉપર નગરપાલિકા કચેરીમાં હતા ત્યારે કથા કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાકટર મયુરભાઈ ખાચર અને તેની સાથે અજણયા ૪ શખ્સોએ આવી મયુરભાઈ ખાચરે કહેલ કે હાથસણી રોડ ઉપરના કામનો ચેક ક્યારે આવશે જેથી સંજયભાઈ ત્રિવેદીએ કહેલ કે નિયમ મુજબ વિરીફીકેશન થઇ જશે એટલે તમને જાણ કરીશ તેમ કેહતા મયુરભાઈ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કરી મારમારતા ઇજા થતા કોન્ટ્રાકટર મયુરભાઈ તથા તેની સાથેના ૪ અજાણયા માણસો સામે સાવરકુંડલા ટાઉન પોલીસમાં ફરજમાં રૂકાવટ અને ગેરકાયદેસર નગરપાલિકામાં ઘુસી હુમલો કાર્યની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.