અમરેલી, તા. ૮
સાવરકુંડલામાં ખુરશી ઉપર બેસેલ યુવાન ઉપર જાયલો કાર ચડાવી દઈ કારમાંથી ઉતરી બેઝબોલના ધોકા વડે મારમારી યુવાનને છોડવા પડતા બે શખ્સોને પણ ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડતા સારવારમાં ખસેડાયા હતા જ્યાં આ કાર ચાલક શખ્સ સહિત બે સામે ફરિયાદ નોંધાવેલ હતી. આ અંગે મળતી વિગતો અનુસાર સાવરકુંડલામાં રહેતો શફી જીકરભાઈ શેખાણી મદીના મસ્જિદ પાસે આવેલ દરજીની દુકાન પાસે બેસેલ હતો ત્યારે પિન્ટુ મલેક નામનો શખ્સ પોતાની જાયલો કાર લઇ શફી ઉપર ચડાવી નીચે ઉતરી શફીને ગાળો દેવા લાગેલ અને બેઝબોલના ધોકા વડે મારમારતા ત્યાં ભંગારનો ડેલો ધરાવતા ઈરફાન રફીકભાઇ અને મુનાફભાઇ હાલારી છોડવા જતા તેમને પણ પિન્ટુ મલેક એ મારમારી ઇજા પહોંચાડી હતી અને કારમાંથી મિત્ર સાનુ અશરફભાઈ પોપટ નામનો શખ્સ પણ હતો તેમને બંને જતા જતા જાનથી મારીનાખવાની ધમકી દેતા ગયેલ અને કહેલ કે હમણાં તલવાર લઈને આવું છું અંહીયાજ ઉભા રહેજો તમને મારી નાખવા છે તેમ રહેલ આ અંગે ઈરફાન રફીકભાઇ શેખાણીએ સાવરકુંડલા ટાઉન પોલીસમાં પિન્ટુ મલેક અને શાનું અશરફ પોપટ સામે ફરિયાદ નોંધાવેલ હતી.