અમરેલી તા.૨૭
અમરેલીના સરદારનગર માં રહેતા એક યુવાનની મોડી રાત્રીના સાવરકુંડલા ચોકડી રાધેશ્યામ હોટલ જવાના રસ્તેથી એક નાળા નીચેથી લાશ મળી આવી હતી, તબીબના પ્રાથમિક તબક્કે જણાવ્યા અનુસાર યુવાનનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું જણાવ્યું હતું. આ અંગે પોલીસ પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીના સરદાર નગર શેરી નંબર -૫ રહેતો મુકેશ ઉર્ફે મુન્નો વલ્લભભાઈ ધાનાણી ઉવ-૪૩ નો ગઈકાલે સાંજે તેના ઘરેથી મોટર સાયકલ લઈને નીકળ્યા બાદ રાત્રી સુધી ઘરે ના આવતા તેના પરિવાર દ્વારા શોધખોળ આદરી હતી અને મોડી રાત્રીના અઢી વાગ્યે આસપાસ આ યુવાન ની સાવરકુંડલા બાપયાસ ચોકડી પાસે રાધેશયામ હોટલ જવાના રસ્તે રાજુભાઈ મનુભાઈ ધાનાણી વાડી પાસે નાળા નીચેથી લાશ મળી આવી હતી,મૃતક યુવાનની લાશ સરકારી હોસ્પિટલમા પીએમ અર્થે ખસડેલ હતી જ્યાં તબીબ દ્વારા તેનું કુદરતી મોત હાર્ટએટેકથી થયું હોવાનું જણાવ્યું હતું,મૃતક યુવાનને કોઈ શરીરે ઇજા કે ઘાવના કોઈ નિશાન પણ ના હતા જેથી યુવાનનું કુદરતી મોત થયું હોવાનું પોલીસનું માનવું છે જોકે પીએમ રિપોર્ટ આવ્યા યુવાનના મોતનું સાચું કારણ પણ આવી જશે,આ અંગે અમરેલી તાલુકા પોલીસમાં મૃતકના ભાઈ જીતેશ ઉર્ફે જીતુ વલ્લભભાઈ ધાનાણીએ જાહેર કરેલ હતું.