અમરેલી, તા.૨
અમરેલી જિલ્લામાં આજેે કારમી ગરમી વચ્ચે બપોર બાદ સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદથી ચેકડેમમાં નવા નીર આવેલ હતા. નાળ ગામે વિજળી પડતા ૧૬ બકરીના મોત નિપજેલ હતા.
પ્રાપ્ત વિગત મુજબ આજે સાવરકુંડલા પંથકનાં વિજપડી,ધ્વડલા, ઠબ, બિડી, જેજાદ, શેલણા, ભોકરવા, નાળ સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદનાં આગમનથી ખેડૂતોમાં સારા વર્ષની આશા બંધાઈ હતી. વિજપડી, ધ્વડલા વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકેલ હતો. ચેકડેમ તેમજ નદીમાં પાણી છવાયા હતા. વરસાદી ઠંડા પવનથી લોકોમાં ગરમી સામે રાહત છવાયેલ હતી. સાવરકુંડલાનાં નાળ પંથકમાં પણ વિજળીના કડાકા-ભડાકા અને પવન સાથે વરસાદ ખાબકેલ હતો. નાળ ગામના માલધારીની બકરી ઉપર વિજળી ત્રાટક્તા ૧૬ બકરીના મોત નિપજેલ હતા. લાઠી પંથકમાં પણ પવન સાથે વરસાદનું આગમન થયેલ હતું.