વડોદરા, તા.૨૩,
વડોદરા જિલ્લાનાં સાવલી તાલુકાના મંજુસર ગ્રામ પંચાયતના મકાનમાં રમાતા શ્રાવણીયા જુગાર ઉપર એલ.સી.બી.એ મોડીરાત્રે દરોડો પાડી સાવલી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ સહિત ૩૧ જુગારીયાઓને ઝડપી પાડયા હતા.
સાવલી તાલુકાના મંજસુર ગ્રામ પંચયાતના મકાનમાં રમતા શ્રાવણીયા જુગાર રમાતો હોવાની બાતમી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસને મળી હતી. જે માહિતીને આધારે એલ.સી.બી.એ. મોડીરાત્રે દરોડો પાડી સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજય ઉર્ફે ઉદેસિંહ વાઘેલા સહિત ૩૧ જુગાર રમનારાઓની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે જુગારનાં દાઉ ઉપરથી રોકડ રકમ સહિત રૂા.૯૨૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.