વડોદરા, તા.ર૭
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની મંજુસર જીઆઈડીસીમાં આવેલી બોમ્બાર્ડિયર કંપનીમાં ફરીથી આજે બપોરના ભોજન બાદ ૩પ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે. બોમ્બાર્ડિયર કંપનીમાં મગળવારે રાત્રે જમ્યા બાદ ૮૦ જેટલા કર્મચારીઓને ફૂડ પોઈઝનિંગ થતા અફરાતફરી મચી ગઈ હતી.
વડોદરા જિલ્લાના વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી શંકર પેકેજિંગના કામદારોને મંગળવારે રાત્રે તબિયત લથડતા પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાયા હતા. જેમાં ત્રણ જેટલા કામદારોની તબિયત વધુ લથડતા આઈસીયુમાં સારવાર અપાઈ રહી છે. શંકર પેકેજિંગના કામદારોને બપોરે લંચ સમયે કંપનીની કેન્ટીંગમાંથી જમવાનું આપવામાં આવ્યું હતું. ભોજન બાદ તમામ કામદારોમાં બેચેની માથાનો દુખાવો, પેટનો દુખાવો અને ઉલટી સાથે શરીરમાં અશક્તિની ફરિયાદ સાથે ચક્ક આવતા તમામ ૬પ જેટલા કામદારોને ખાનગી વાહનમાં પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તમામનું ટેમ્પરેચર ૪૦ ડિગ્રી ઉપર આવતા તબીબો પણ ચોંકી ઊઠ્યા હતા. જે બાદ કંપનીએ તે કામદારને નોકરીમાંથી મુક્ત કર્યા હતા. જો કે, કંપનીના એક્ઝિક્યુટીવ એડિમિનિસ્ટ્રેટર વિશાલ ત્રિવેદીનું કહેવું છે કે, આવી કોઈ ઘટના કંપનીમાં બની નથી. આતો ટેમ્પરેચર વધી ગયું હતું એટલે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ બાબતે હું કોઈ ઈન્ટરવ્યુ ના આપી શકું કહી કંપનીનો લૂલો બચાવ કર્યો હતો.