(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૧
વડોદરા જિલ્લાના સાવલી-ડેસર અને ભાદરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ રૂા.૪૭.૧૦ લાખનાં વિદેશી દારૂનાં જથ્થાનો સાવલી નજીક આવેલા પરથમપુરા ગામ પાસે આજે નાશ કરવામાં આવ્યો હતો.
સાવલી પંથકમાંથી પકડાયેલી રૂા.૩૨.૪૪ લાખ તેમજ ડેસર પોલીસ મથકનાં વિસ્તારમાંથી ઝડપાયેલ રૂા.૮.૫૮ લાખ અને ભાદરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ રૂા.૬ લાખનાં ઇંગ્લીશ દારૂનો જથ્થો આજે પરથમપુરા ગામ પાસેથી પસાર થતી કરાડ નદી કિનારે લાવવામાં આવ્યો હતો. જ્યાં દારૂની બોટલો ઉપર બુલ્ડોઝર ફેરવી દઇ દારૂનાં જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.