જૂૂનાગઢ, તા.૧પ
વનરાજોનું વેકેશન પુરૂ થતા આવતીકાલે તા.૧૬ ઓકટોબરથી સાસણ જંગલના દ્વારા સિંહ દર્શન માટે ખૂલશે અને ત્યારથી સવારે ૬ વાગ્યાથી વિધિવત વન વિભાગ દ્વારા લીલી ઝંડી દેખાડી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. દિવાળીનું વેકેશન પણ આવી રહ્યું છે ત્યારે પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે. ગીર અભ્યારણમાં સિંહ દર્શન માટે અત્યારથી મોટી સંખ્યામાં લોકોએ એડવાન્સ પરમિટ બુકિંગ પણ કરાવવાન શરૂઆત કરી દીધી છે. બીજી બાજુ આ વખતે મેઘરાજા ગુજરાત ઉપર સારા એવા મહેરબાન થયા છે ત્યારે ગીર પંથકમાં વધુ વરસાદ પડ્યો હોવાથી ગીરની વનરાઈઓ સોળે કળાએ ખીલી ઊઠી છે. હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન કરશે. ઉલ્લેખનીય છે કે, અહીં લાખોની સંખ્યામાં સહેલાણીઓ સિંહ દર્શન માટે આવતાં હોય છે. બીજી બાજુ છેલ્લી ગણતરી મુજબ સિંહોની સંખ્યા પર૩ આસપાસ હતી, હવે આશરે ૬૦૦ ઉપર સિંહોની સંખ્યા પહોંચી છે.