અમદાવાદ,તા.૪
અમદાવાદમાં સાસુ એને પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ અગ્નિસ્નાન કર્યો હોવાની ઘટના સામે આવી છે. કૃષ્ણનગર વિસ્તારમાં સાસુ અને પત્નીએ પતિને માર માર્યો હતો અને પતિએ અંતે કંટાળીને અગ્નિસ્નાન કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં સાસુ અને પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ અગ્નિસ્નાન કરી લીધુ છે. છેલ્લા કેટલાય દિવસથી પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થતા રહેતા હતા. જેના કારણે પત્નીએ આ પહેલા પતિ વિરૂદ્ધ ઘરેલુ હિંસાનો કેસ કરી જેલમાં કેદ કરાવ્યો હતો. થોડા સમય બાદ પતિને જામીન આપવામા આવ્યા હતા. ત્યારબાદ પતિ તેમના દિકરાને મળવા આવ્યો હતો પરંતુ પત્ની મળવા ન દેતા પતિને ખુબ જ લાગી આવ્યુ હતુ. જેના કારણે પતિએ કંટાળીને આ પગલુ ભર્યુ હોવાનું સામે આવ્યુ છે. પોલીસ ઘટના સ્થળે પહોચતા તપાસ કરી હતી. પતિના આપઘાત કેસ મામલે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસે સાસુ અને પત્ની વિરૂદ્ધ દુષપ્રેરણાનો ગુનો નોંધી કેસ દાખલ કર્યો છે.