નવી દિલ્હી, તા.ર૪
આઈપીએલ શરૂ થવામાં હવે ૧પ દિવસ બાકી છે અને તેના માટે ક્રિકેટરોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય વિકેટ કીપર બેટ્‌સમેન સાહાએ કોલકાતાની એક કલબ મેચમાં ર૦ બોલમાં સદી ફટકારી એક ક્રિકેટ મેચમાં કોઈપણ બેટ્‌સમેનને સદી ફટકારવા માટે ઓછામાં ઓછા ૧૭ બોલની જરૂર હોય છે અને સાહાએ ર૦ બોલમાં સદી પૂરી કરી સાહાનો આ મેચમાં સ્ટ્રાઈક રેટ પ૧૦નો રહ્યો. આ મેચ જેસી મુખર્જી ટ્રોફીનો હિસ્સો હતી સાહાએ મોહન બાગાન માટે રમતા બી.એન.આર.રીક્રિએશન કલબ વિરૂદ્ધ આ સ્ફોટક ઈનિંગ રમી મોહન બાગાન ટીમે વિરોધી ટીમને ર૦ ઓવરમાં ૭ વિકેટે ૧પ૧ રને અટકાવી દીધી. ઓપનિંગમાં ઉતરેલા સાહાએ એ કરી બતાવ્યું જે કોઈએ વિચાર્યું પણ નહીં હોય સાહાએ ૧૦ર રનની પોતાની ઈનિંગમાં ૧૪ સિકસર અને ચાર ચોગ્ગા ફટકાર્યા. બાગાને મેચ ૭ ઓવરમાં ૧૦ વિકેટે જીતી લીધી. બાગાનના કેપ્ટન શુભમય દાસે રર બોલમાં ૪૩ રન બનાવ્યા.