(સંવાદદાતા દ્વારા)મોડાસા, તા.ર૮
ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્થ વર્કર સંજયભાઇ બારોટે પરપ્રાંતીય શ્રમિક પરિવાર પાસે ફૂટી કોડી પણ ન હોવાની જાણ થતા સારવાર માટે પોતાના ખિસ્સામાં રહેલા રૂપિયા ધરી દીધા હતા શ્રમિક પરિવારના ૪ વર્ષીય દીકરાને સમયસર સારવાર મળતા શ્રમિક પરિવારે આરોગ્ય કર્મચારીને ફોન કરી “સાહેબ મારી દીકરી તો મરી ગઈ પણ તમારા લીધે મારો ટેણીયો બચી ગયો” કહી આભાર વ્યક્ત કર્યો હતો. શામળાજી નજીક પરપ્રાંતીય શ્રમિક પરિવારની દીકરીનું મોત નિપજતા આ ઘટનાની જાણ સંજય ભાઈને થતા તાબડતોડ શ્રમિક પરિવાર પાસે પહોંચી દીકરીનું મોત ઓરી નામની બીમારીથી થયાનું જણાતા અને શ્રમિક પરિવારના ચાર વર્ષના બાળકને પણ ગંભીર ઓરીની અસર થઈ હતી જેને પગલે એમ્બ્યુલન્સ મારફતે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડાતા બાળકની સ્થિતિ ગંભીર હોવાથી તાત્કાલિક હિંમતનગર ખસેડવાની જરૂર પડતા પૈસાના અભાવે શ્રમિક પરિવાર નિસહાય જણાતા આરોગ્ય કર્મીએ ખિસ્સામાંથી રૂપિયા કાઢી આપી ઉદારતા બતાવી હતી ત્યારબાદ તેને તુરંત હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મોકલી અપાતા ૪ વર્ષીય બાળકની સઘન સારવાર બાદ આરામ થતા શ્રમિક પરિવાર માટે સંજય બારોટ નામનો કર્મચારી સંજીવની બુટ્ટી સમાન સાબિત થયો હતો. આ અંગે કોરોનાના કપરા કાળમાં કાળજુ કંપાવી દે તેવી વાત કરતા સંજયભાઇ કહે છે કે, શામળાજી નજીક અન્ય રાજયમાંથી ખોદકામની છૂટક મજૂરી કરવા આવેલા એક પરીવારને નાની દિકરી અચાનક જ મોતને ભેટી, મને ખબર પડતા હું ઘટના સ્થળે પહોંચ્યો હતો દિકરીને ઓરીની અસરથી ગંભીર બિમારીની ભોગ બની હતી. તો તેની સાથે રહેતા ચાર વર્ષના નાના ભૂલકાને પણ ચેપ લાગ્યો હતો મે પોતાના ખિસ્સાના પૈસા આપી તેમને મોકલી આપ્યા, ત્યારે બે દિવસ બાદ નાના ભૂલકાના પિતાનો ફોન આવ્યો કે સાહેબ મારી દિકરી તો મે ખોઇ પણ તમારા લીધે મારો ટેણીયો બચી ગયો તેની ખુશીના બે શબ્દો મારા માટે જીવનના શ્રેષ્ઠતાનું પુણ્ય કમાયા સમાન હતું.
સાહેબ મારી દીકરી તો મરી ગઈ પણ તમારા લીધે મારો ટેણિયો બચી ગયો

Recent Comments