(સંવાદદતા દ્વારા) આણંદ,તા.ર૮
સિંગલાવ ગામના હવડ કુવામાંથી ગામના બે યુવકોની લાશ મળી આવી હતી. પોલીસએ પેનલ તબીબોથી પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી હતી.
બોરસદ તાલુકાના સિંગલાવ ગામમાં રહેતા હર્ષદભાઈ અંબાલાલ પટેલનું ખેતર ગામના બોરડીવાળું ફળિયા પાસે આવેલ છે. જેમાં લાંબા સમયથી કૂવો હવડ હાલતમાં ફેરવાઈ ગયેલો છે અને કૂવામાં અંદર કોઈ વ્યકિતનો મૃતદેહ પડ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. જેને લઇ તેઓએ બોરસદ રૂરલ પોલીસને જાણ કરી હતી. જેને લઇ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઇ પોલીસ કાફલા સાથે સિંગલાવ ગામે પહોંચી ગયા હતા અને કૂવામાં તપાસ કરતા મૃતદેહ હોવાનું જણાઈ આવ્યું હતું. જેને લઇ મૃતદેહને બહાર કાઢવા માટે આણંદ ફાયર વિભાગ દોડી આવ્યું હતું અને કૂવામાં પડેલ મૃતદેહને દોરડું બાંધી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે ફાયર વિભાગના માણસોના ધ્યાને કૂવામાં અન્ય વધુ એક મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું. જેને લઇ તેઓએ બન્ને મૃતદેહોને દોરડા વડે બાંધીને બહાર કાઢવામાં આવી હતી. જેમાં એક નટુભાઈ ઉર્ફે કાળિયો પરસોતમભાઈ ગોહેલ (ઉ.વ.૪૦) અને બીજો વિનુભાઈ ઉર્ફે બાવો આશાભાઈ ગોહેલ હોવાનું ખુલ્યું હતું. જેને લઇ પોલીસએ બન્ને મૃતદેહોને પેનલ તબીબોથી પોસ્ટમોર્ટમ કરાવવા માટે દવાખાને મોકલી દેવામાં આવી હતી અને પોષ્ટમોર્ટમ બાદ મૃતદેહો તેઓનાં પરિવારજનોને સુપ્રત કર્યા હતા. આ બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સિંગલાવ ગામના હવડ કૂવામાંથી બે યુવકોની લાશ મળી

Recent Comments