સિંગાપોર,તા.૩૦
સિંગાપોર રવિવારે ઇતિહાસ રચ્યો હતો. યજમાનોએ ઝિમ્બાબ્વેને ચાર રનથી હરાવી આઈસીસીનાં પૂર્ણ સભ્ય દેશ વિરુદ્ધ પ્રથમ વખત જીત મેળવી હતી. વરસાદને કારણે આ મેચ ૧૮ ઓવરની કરવામા આવી હતી. સિંગાપોર પ્રથમ બેટિંગ કરી અને ૧૮ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૮૧ રન બનાવ્યા.
સિંગાપુરની શરૂઆત રોહન રંગરાજન (૩૯) અને સુરેન્દ્રન ચંદ્રમોહન (૨૩) ની ૬૨ રનની ભાગીદારીથી થઈ હતી. રોહને પોતાની વિકેટ રનઆઉટ થઇને ગુમાવી હતી. ત્યારબાદ ટિમ ડેવિડ (૪૧) અને મનપ્રીત સિંહે (૪૧)ની નોંધપાત્ર ઇનિંગ્સ રમી અને ટીમને ૧૮૧ રનનાં વિશાળ સ્કોર પર પહોંચાડ્યો. ઝિમ્બાબ્વે તરફથી રેયાલ બર્લે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. રિચર્ડ ગરાવાને બે સફળતા મળી જ્યારે નેવિલ મદજિવા અને શોન વિલિયમ્સને એક-એક સફળતા મળી.
૧૮૨ રનનાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની શરૂઆત બહુ સારી નહોતી રહી. કેપ્ટન શોન વિલિયમ્સ (૬૬) અને રેગિસ ચકબાવા (૪૮) એ મેદાનમાં ટકી રન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.
સિંગાપોર ક્રિકેટ ટીમે ટી-૨૦ ઈન્ટરનેશનલમાં ઝિમ્બાબ્વેને હરાવી ઇતિહાસ રચ્યો

Recent Comments