(એજન્સી) તા.૩૦
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજયસભા સાંસદ જયોતિરાદિત્ય સિંધિયાના સંસદીય ક્ષેત્ર મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાં સિગારેટ પીવા માટે ઉંચી જાતિના યુવાનોને માચીસ આપવાથી ઈન્કાર કરતા ઢોર માર માર્યો. બજરંગગઢ પોલીસ મુજબ, ઘટના જિલ્લા મુખ્યાલયથી ૩૦ કિલોમીટર દુર કરોધ ગામમાં થઈ જયારે મૃતક લાલજીરામ (પ૦) એક ખેત મજુર દિવસમાં કામ પછી અન્ય ગ્રામીણોની સાથે ગામના એક સ્થળે આરામ કરી રહ્યો હતો. પિતરાઈભાઈ અંકિત યાદવ (૧૮) અને યશ યાદવ (ર૦) જે તેજ ગામના રહેવાસી છે, તેમણે લાલજીરામ પાસે પોતાની સિગારેટ સળગાવા માટે માચીસ માંગી પરંતુ તેમણે કથિત રીતે ઈન્કાર કરી દીધો. જેથી બંને વચ્ચે ઝઘડો થયો અને તેમણે લાલજીરામને જાતિ આધારિત અપશબ્દો કહ્યા. સ્થિતિ ત્યારે બગડી જયારે લાલજીરામે પણ તેમની સાથે દુર્વ્યુવહાર કર્યો. તેમના શાંત થવા પર બંને ભાઈએ તેમની પર હુમલો કર્યો. અંકિત પોતાના ઘર ગયો અને લાકડી લાવ્યો. ત્યાર બાદ તેમણે આખા ગામની સામે દલિત વ્યકિત પર ગંભીર હુમલો કર્યો જેથી તે બેભાન થઈ ગયો તેના સંપૂર્ણ કપડા લોહીમાં લથપથ થઈ ગયા. તેમણે તેની પર એટલો સખ્ત હુમલો કર્યો કે તેની ખોપડી ફાટી ગઈ અને તેની કિડની ખરાબ થઈ ગઈ. ઘટનાના તરત પછી બંને ઘટના સ્થળેથી ભાગી ગયા. ગ્રામીણોએ પીડિતને ગુના જિલ્લા હોસ્પિટલ પહોંચાડયો. તેની ગંભીર સ્થિતિ જોતા જિલ્લા હોસ્પિટલના ડોકટરોએ તેને તાત્કાલિક ગ્વાલિયર રીફર કરી દીધો, જે જિલ્લાથી રર૬ કિલોમીટર દુર છે. પરંતુ પીડિતનું ગ્વાલીયર જતા સમયે રસ્તામાં જ મોત નીપજયું. બજરંગગઢ પોલીસે બંનેની વિરૂદ્ધ હત્યાનો કેસ દાખલ કરી તેમની ધરપકડ કરી લીધી છે. બંને યુવાન જે આઠમાં ધોરણનો અભ્યાસ કરે છે. તેમની ધરપકડ કરી જેલ મોકલવામાં આવ્યા છે. કલેકટર ઓફિસે મૃતકને પત્ની લીલાબાઈને ૮.રપ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે જયારે તંત્રને અંતિમ સંસ્કાર માટે ર૦૦૦૦ રૂપિયા આપ્યા છે.