(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૩
શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા ત્રણ જેટલા ઇસમોએ ઉઁચા વ્યાજની લોભામણી લાલચ આપી સિક્યોર લાઇફ કેપીટલ કંપનીમાં રોકાણ કરવાનું જણાવી હજારો લોકો પાસેથી રૂા.૧૦ કરોડ જેટલી માતબર રકમનું ઉઘરાણું કરી નાસી છુટ્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવા પામી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઓરિસ્સાના ગંજામના વતની અને હાલ અમરોલી માનસરોવર સોસાયટીમાં રહેતા બબરૂ નાયક, રૂશીયા લોકનાથ ગૌડા, સાબીત્રી ગોપાલચન્દ્ર બિસોઈનાએ સિક્યોર લાઈફ કેપીટલ લિમિટેડના નામે શ્રીપાલનગર સોસાયટીમાં માનસરોવર સર્કલ પાસે વર્ષ ૨૦૧૦માં ઓફિસ ખોલી હતી. આ ઉપરાંત આ ઠગ શખ્સોએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ બ્રાંચ ખોલી હતી. આ ઠગ ટોળકીએ લોકોને ઉંચા વ્યાજની ઓફર કરતા લોકોએ ઉંચા વ્યાજના ચક્કરમાં સીક્યોર લાઈફ કેપીટલ નામની કંપનીમાં રોકાણ કર્યુ હતું. આ ઠગ ટોળકીએ ૨૦૧૦ થી ૨૦૧૪ સુધી લોકો પાસેથી ટુકડે ટુકડે રોકાણ કરાવ્યું હતું. પરંતુ રૂપિયા ચૂકવવાનો સમય આવતા આ ઠગ ટોળકીએ ઉઠમણું કરી દુકાન બંધ કરી નાસી છુટવામાં સફળ રહ્યા હતા. આ ઠગ ટોળકીએ માત્ર અમરોલીની બ્રાંચમાંથી લોકો પાસેથી ટુકડે ટુકડે પ૭ લાખ જેટલા રૂપિયા ઉઘરાવી લીધા હતા. આ ઉપરાંત ઠગ ટોળકીએ શહેર
સિક્યોર લાઈફ કેપિટલ કંપનીના સંચાલકો ૧૦ કરોડનું ઉઠમણું કરી ફરાર : ત્રણ સામે ફરિયાદ

Recent Comments