(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૭
તાજેતરમાં અરૂણાચલ પ્રદેશની સિમાં પર ભારત દેશના ત્રણ વીરલાઓએ આકસ્મિક ઘટનાને લઇ શહીદ થતા ભારતની ફોજરમાં ગમગીની છવાઈ હતી. જેમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ઇમરાન સાયલી શહિદ થયેલ જેના માટે આજરોજ શહિદ સ્મારક તળાવ દરવાજા જૂનાગઢ ખાતે સિદી આદિવાસી યુવા સંગઠન દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં જૂનાગઢના સર્વપક્ષીય આગેવાનો જોડાયા હતા. જેમાં સહુ પ્રથમ શહીદ વહોરનાર ઇમરાન સાયલીને પુષ્પ ગુચ્છ અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પવામાં આવેલ અને ત્યારબાદ ઉપસ્થિત જન મેદનીએ બે મિનિટ મૌન પાળી શહીદો અમર રહો ઇમરાન સાયલી અમર રહો નારા લગાવવામાં આવતા વાતાવરણ ગમગીની સાથે દેશ ભક્તિમય બની ગયેલ. આ શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં સીપીએમના બટુકભાઈ મકવાણા.જિશાન હાલે પૉત્રા સોહેલ સિદ્દીકી. એજાઝ મકરાની. કેડી સગારકા. કોંગ્રેસના નટુભાઈ પોન્કીયા. અમિત પટેલ મનોજભાઇ જોશી. કેશુભાઈ ઓડેદરા. રજાકભાઈ હાલાં. કિશોર હદવાની. એનસીપીના નગર સેવક અશરફભાઈ થયીમ. લાતીફબાપુ કાદરી. ભાજપના નગરસેવક આસિફભાઈ સાંધ રેહાન બાબી. સિદી સમાજના પ્રમુખ નૂર મોહંમદ મકવાણા. સોહેલ સિદ્દીકી સહિતના ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમને સફળ બનાવવા સિદી આદિવાસી યુવા સંગઠનના પ્રમુખ આસિફભાઈ મોટલ.ઉપ્રમુખ મોઇન મકવાણા. મંત્રી સાજીદ ચોટીયારા. શાહબાઝ મુરીમાં. સોહિલ નોખી. ઇમરાન મજગુલ. સબીર વાસિંગા સહીતનાએ જહેમત ઉપાડી હતી.