(સંવાદદાતા દ્વારા)
સિદ્ધપુર,તા.ર૮
સિદ્ધપુર એજયુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત તાહેર એન્ડ હુસેન આદમઅલી એડનવાલા પ્રાયમરી સ્કૂલમાં ધોરણ ૧૦ અને ધોરણ-૧રના વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ કાર્યક્રમ તથા સિદ્ધપુર શહેરની દીકરી ખદીજા કેઝરભાઈ માલવાવાલા એચએસસી સાયન્સ વિભાગમાં માર્ચ-ર૦ર૦ની પરીક્ષામાં ૯૮.૩૮ પીઆર તથા નીટ-ર૦ર૦ની પરીક્ષામાં ૬૦૦/૭ર૦ માર્સ મેળવી પ્રથમ એમ.બી.બી.એસ.માં રાજકોટની સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો તે બદલ તેનો સન્માન સમારોહ કાર્યક્રમ સમારંભના અધ્યક્ષ ગોવિંદભાઈ દરજી (એકસ પ્રિન્સિપાલ દિવાન બલ્લુભાઈ હાઈસ્કૂલ અમદાવાદ), મુખ્ય મહેમાન દિલીપભાઈ જી. પુરોહિત (મોટીવેશનલ સ્પીકર) ડેવલોપમેન્ટ ઓફિસર એલઆઈસી, અતિથિ વિશેષ રીકિમભાઈ પટેલ (મેનેજિંગ ડાયરેકટર, એકલવ્ય સ્કૂલ પાટણ) રવિભાઈ પટેલ (એકેડેમીક હેડ. એકલવ્ય સ્કૂલ પાટણ), નટુભાઈ દરજી (ચેરમેન ચક્ષુબેન્ક, રકતદાતા, સમાજસેવક), તસ્નીમબેન સદરીવાલા (પ્રિન્સિપાલ બુરહાની સ્કૂલ), બતુલબેન, જુમાનાબેન, કાસમભાઈ સાલેહ (સમાજ સેવક પીરોજપુરા), સંસ્થાના માજી મેનેજિંગ ટ્રસ્ટી જે.ડી. મનસુરી, હાજી ગુલામનબી મનસુરી, હનીફખાન પોલાદી હાઈસ્કૂલ આચાર્ય, વાય.એ.સૈયદ બંને શાળાના શિક્ષકગણ, આમંત્રિત મહેમાનો તથા વિદ્યાર્થીગણની હાજરીમાં શાનદાર રીતે યોજાયો.
આ કાર્યક્રમમાં માલવાવાલા ખદીજા ફૈઝરભાઈને સંસ્થાના મુખ્યદાતા જનાબ તાહેરભાઈ એડનવાલા તરફથી પ વર્ષ સુધી હોસ્ટેલ ખર્ચ, બુકસ ખર્ચ, અંદાજિત વાર્ષિક ખર્ચ ૧ લાખ રૂપિયા) તથા વિવિધ દાતાઓ તરફ કુલ રૂા.૩૪,૪૦૦/-, સફારી કંપનીની ટ્રાવેલિંગ બેગ, નમાજ માટે મુસલ્લો તથા કુર્આનશરીફ ભેટ રૂપે આપી સન્માનીત કરવામાં આવી આમંત્રિત સર્વ મહેમાનોએ ધોરણ-૧૦ તથા ધોરણ-૧રના વિદ્યાર્થીઓને મોટીવેશનલ માર્ગદર્શન આપ્યું હતું. તથા માલવાવાલા ખદીજાને એમબીબીએસમાં સફળતા મળે તેવી શુભેચ્છા આપી હતી. પ્રાયમરીની વિદ્યાર્થિની મેમણ અક્ષા મુસ્તુફાભાઈને તાલુકા કક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણી સુંદર વકતવ્ય આપવા બદલ ટ્રસ્ટ તરફથી સન્માનિત કરવામાં આવી. અભારવિધિ સુપરવાઈઝર સમીરભાઈ મનસુરીએ કરી હતી તથા કાર્યક્રમનું સંચાલન પ્રાયમરી સ્કૂલના આચાર્ય સમીનાબેન શેખે કર્યું હતું.