(એજન્સી) ચંદીગઢ, તા.રર
સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતને લઈને વિવાદનો અંત આવી રહ્યો નથી. આ વિવાદે હવે હિંસાનું રૂપ ધારણ કર્યું છે અને તાજી તસવીરો બીજેપી શાસિત હરિયાણામાંથી આવી રહી છે. સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં લોકો કાયદાનો ભંગ કરવાથી ખચકાતા નથી અને આગ ચાંપવાની અને તોડફોડ જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. હરિયાણાના સી.એમ. મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે, જો સિનેમાઘરોના માલિકો ફિલ્મને ના દર્શાવે તો સારું છે અને જો દર્શાવે છે તો તેમને સરકાર તરફથી સુરક્ષા પૂરી પાડવામાં આવશે જેવું કે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવવાનું છે. હરિયાણા અને રાજસ્થાનની સરકાર એ કહેતાં સુપ્રીમ કોર્ટના આદેશની વિરૂદ્ધ અદાલતના દ્વાર પણ ખખડાવી ચૂકી છે અને સર્વોચ્ચ અદાલતે રાજ્યોમાં ફિલ્મ પરથી પ્રતિબંધ હટાવતી વખતે તેમનો પક્ષ ના સાંભળ્યો. આ જ ઘટના અંગે મંગળવારે ર૩ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં બંને રાજ્યોની સરકારોનો પક્ષ સાંભળવામાં આવશે. રવિવારે (ર૧ જાન્યુઆરી) હરિયાણાના કુરુક્ષેત્રમાં એક મોલમાં તોડફોડની ઘટના વિશે જાણવા મળ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, લગભગ ર૦-રર અસામાજિક તત્ત્વોએ હથોડાઓ અને તલવારોથી મોલમાં તોડફોડ કરી અને આગ લગાવી. પોલીસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી અને જણાવ્યું કે, શકના ઘેરામાં ફિલ્મ પદ્માવતનો વિરોધ કરી રહેલા લોકો છે. પોલીસે જણાવ્યા અનુસાર, લગભગ રર લોકોએ સાંજે ૬ઃ૪૮ કલાકે ઘટનાને અંજામ આપ્યો. પોલીસે દાવો કર્યો કે, કેટલાક શંકાસ્પદોની ઓળખ કરવામાં આવી છે અને અન્યોની તપાસ ચાલી રહી છેે.