લાલિયાવાડીનું બીજું નામ એટલે અસારવા સિવિલ હોસ્પિટલ !

અમદાવાદ, તા.૩૦
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલની બેદરકારીના કિસ્સા અવારનાર પ્રકાશમાં આવતા હોય છે. તેમ છતાં ભૂલમાંથી શીખવાને બદલે હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી હજુ યથાવત્‌ છે. જેના લીધે એક દર્દીનું મોત નીપજ્યું છે. અસારવાની સિવિલમાં કોરોના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં દર્દીને કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા. જે અંગે પરિવારજનોએ વોર્ડ બદલવા વારંવાર રજૂઆત કરી છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નહીં. અંતે દર્દીએ કોરોના વોર્ડમાં જ અંતિમ શ્વાસ લીધા. ત્યારે આ બેદરકારી બદલ જવાબદારો સામે પગલાં ભરાશે કે પછી હંમેશાની જેમ કુલડીમાં ગોળ ભંગાશે.
વિગતવાર વાત કરીએ તો અસારવા વિસ્તારના પાંચીદાસના મહોલ્લામાં રહેતા ઈન્દિરાબેન જ્યંતીભાઈ પટેલ જે ગત તા.૧૯-૧૧-ર૦ર૦ના રોજ અસારવા અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાનો રિપોર્ટ કઢાવ્યો તો રિપોર્ટમાં નેગેટિવ દર્શાવવામાં આવ્યું. ત્યારબાદ તે જ રાત્રે તેમને ઓક્સિજન ઓછો પડતા ફેમિલી ડૉક્ટરની સલાહ દ્વારા યુ.એન.મહેતા હોસ્પિટલમાં લઈ ગયા. યુ.એન.મહેતા હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરોએ તેમના હાર્ટનો ઈર્ઝ્રં તથા અન્ય સારવાર કર્યા તેમને કોવિડ-૧૯ ૧ર૦૦ બેડની હોસ્પિટલમાં યુ.એન.મહેતાના ડૉક્ટરે ખસેડ્યા ત્યારબાદ તા.ર૦-૧૧-ર૦ર૦ના રોજ કોરોનાનો ઇ્‌-ઁઝ્રઇ રિપોર્ટ લેતા ર૪ કલાક બાદ તા.ર૧-૧૧-ર૦ર૦ના રોજ તે રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો તેમ છતાં હોસ્પિટલના સત્તાવાળાઓએ કોવિડ-૧૯ના પોઝિટિવ આઈસીયુ વોર્ડમાં જ દર્દીને રાખી મૂક્યા દર્દીના સગાએ તેમને વોર્ડ ટ્રાન્સફર કરવાની આજીજી કર્યા છતાં કોવિડ વોર્ડના ડૉક્ટરોના પેટનું પાણી હલ્યું નહીં. આ વોર્ડમાં રોજ દરરોજ અસંખ્ય વ્યક્તિઓના મૃત્યુ થતાં દર્દીઓ નીહાળતા આખરે તેમણે પણ ગત તા.ર૯-૧૧-ર૦ર૦ના રોજ આ ફાની દુનિયા છોડી દીધી. આમ સિવિલ હોસ્પિટલના તબીબોની ઘોર બેદરકારીના કારણે એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દર્દીનું સવારે ૮.૦પ કલાકે મૃત્યુ થયું હોવા છતાં તેમને સગાને ૧૦.૩૦ વાગ્યા પછી ફોન કરી જાણ કરવામાં આવી. આમ નિયમ મુજબ પોઝિટિવ દર્દી મૃત્યુ પામે તો તેમને સીધા હોસ્પિટલમાંથી સ્મશાન ગૃહ પહોંચાડવામાં આવે છે પરંતુ હોસ્પિટલના સત્તાવાળાઓને મોડે મોડે પોતાની ભૂલ સમજાવતા તેમણે તેમની બોડી તેમના સ્વજનોને આપવાની તૈયારી દર્શાવી પરંતુ તેમના સગાઓએ આ બોડી લીધા હોસ્પિટલમાંથી પ્રાઈવેટ એમ્બ્યુલન્સ કરીને દૂધેશ્વર સ્મશાનગૃહમાં લઈ ગયા. આમ હોસ્પિટલની ઘોર બેદરકારીને કારણે કેટલીય વ્યક્તિએ જીવ ગુમાવ્યા હશે તે તો હોસ્પિટલના સત્તાવાળા જ જાણે પરંતુ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડીના લીધે કોરોના નેગેટિવ દર્દીને પોઝિટિવ દર્દીના વોર્ડમાં ૯ દિવસ રાખતા તેનું મોત નીપજ્યું છે એવો આક્ષેપ અસારવા યુથ સર્કલના પ્રમુખ સંજય પટેલે કર્યો છે.