(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૧૫
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કનાડ ગામે રહેતા અને ખેતીકામ કરતા હકુભા દોલુભા ગોહિલ (ઉ.વ.૬૦) ગઈકાલે પોતાની વાડીએથી પરત ઘરે આવ્યા હતા, તે વેળાએ તેમનો પુત્ર યુવરાજસિંહ પણ ઘરમાં હતો, તે જોતા પિતા હકુભા ઉશ્કેરાઈ જઈ “કેમ વાડીએથી જલ્દી આવી ગયો, પરત વાડીએ ચાલ્યો જા” તેમ કહેતા પુત્ર યુવરાજસિંહ મને તમારે પૂછવાનું નથી કે કહેવાનું નથી તેમ કહેતા પિતા પુત્ર વચ્ચે ઝઘડો થતાં પુત્ર યુવરાજસિંહે ઉશ્કેરાટમાં આવી જઈ પિતાને ધોકો મારી દેતા ગંભીર રીતે ઘવાયેલા પિતાને ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.
સિહોરના કનાડ ગામે નજીવી બાબતે પુત્રએ પિતાની હત્યા કરી

Recent Comments