ભાવનગર, તા.૧૪
સિહોર પાસેનાં સણોસરા ગામ પાસે આવેલા પાંચ તલાવડામા ચાલતા બાયોગેસ પાવર પ્લાન્ટ લોકડાઉનનાં નિયમનો ભંગ કરી જેને લઈને સરપંચ દ્વારા તંત્રને રજુઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. આ પ્લાન્ટમાં આસપાસનાં ગામોમાંથી કચરો એકત્ર કરવામાં આવતો હોવાને કારણે આસ-પાસનાં વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય સ્થપાયું હતું. તેમજ આ પ્લાન્ટ બંધ નહી થાય તો સભ્યો રાજીનામાં આપવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. આ સમગ્ર મામલે પોલ્યુશન કેન્ટ્રોલ બોર્ડ સિહોર મામલતદાર, સોનગઢ પોલીસ ટીમ સ્થળ પર દોડી જઈ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તદ્દ ઉપરાંત તંત્ર દ્વારા પાવર પ્લાન્ટને બંધ કરવાનો આદેશ જારી કર્યો હતો. તેમજ બીજી સુચના ન મળે ત્યાં સુધી બહારથી લાવવામાં આવતો કચરો નહી લાવવાનું પણ ફરમાન જારી કર્યુ છે. આ પાવર પ્લાન્ટ પાસે થોડો ઘણો માલ હોવાનાં કારણે બુધવાર સાંજ સુધીમાં પાવર પ્લાન્ટ બધ કરી દેવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.