અંકલેશ્વર, તા.રર
ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ સીકા ઈન્ડિયા લિમિટેડ, નામની કંપની દ્વારા તેમના પરિસરમાંથી જમીનમાં દાટવામાં આવેલ વેસ્ટને ખોદકામ કરી તેને ટ્રકો ભરી બહાર નિકાલ કરવામાં આવી રહ્યા હોવા બાબતની ફરિયાદ જીપીસીબી અંકલેશ્વર અને ગાંધીનગરને સ્થાનિક પર્યાવરણવાદી સંસ્થા તરફથી કરવામાં આવી છે.
અગાઉ નવેમ્બર ૨૦૧૯માં પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ફરિયાદ થઈ હતી કે, સીકા ઈન્ડિયા લી.ના પરિસરમાં અનેક જગ્યાએ પોતાના વેસ્ટને દાટવામાં આવે છે. જે બાબતે જીપીસીબીની તપાસમાં માલૂમ પડ્યું હતું કે, ત્યાં જમીનમાં વેસ્ટ દાટવામાં આવ્યો હતું તો જેથી આ કંપનીને ક્લોઝર અને ૫૦ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.
પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા બીજી ફરિયાદ તા.૧૪/૧૦/૧૯ના રોજ કરી હતી જેમાં જીપીસીબીને પત્ર લખી જણાવ્યું હતું કે, તેમણે બનાવેલ સ્ટોરના નીચે વેસ્ટ દાટવામાં આવ્યો હોવાની માહિતી/શંકા છે તો ત્યાં પણ તપાસ કરવા માગણી કરી હતી. જો કે, ગઈકાલ સુધી (એટલે કે એક વર્ષથી વધુ સમય બાદ) એ જગ્યાએ કોઈ ખોદકામ કે તપાસ થઈ હોય એવું જણાયું નથી. પ્રકૃતિ સુરક્ષા મંડળે જણાવ્યું હતું કે, ‘અમોને સીકા ઈન્ડિયા દ્વારા થતાં ખોદકામ અને તેના નિકાલની માહિતી મળી હતી. સ્થળ પર જઈ જોતા માલૂમ પડ્યું હતું કે, ત્નઝ્રમ્ દ્વારા ખોદકામ થઈ રહ્યું છે (જેના ફોટા અને વીડિયો અમારી પાસે છે). તેમજ આ ખોદકામથી નીકળતા વેસ્ટ ટ્રકો દ્વારા બહાર નિકાલ થઈ રહ્યું હોવાની માહિતી મળી છે. આ બાબતે કંપનીના અધિકારીઓ કોઈ જવાબ આપવા તૈયાર થયા ન હતા અને જીપીસીબી પાસે આ બાબતની કોઈ જાણકારી નથી. જેથી અમોને શંકા જતાં આ બાબતે તપાસ કરવા જીપીસીબી અંકલેશ્વર અને ગાંધીનગરને લેખિતમાં અરજી કરી છે.’
Recent Comments