(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૬
કાર્યકારી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના અધ્યક્ષ પદે સીડબ્લ્યુસીની બેઠક મળી હતી. જેમાં નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ) વિરૂદ્ધ ર૩ ફેબ્રુઆરીએ થયેલી હિંસામાં મૃત્યુ પામનારાઓના માનમાં બે મિનિટનું મૌન પાળ્યું હતું. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, પાર્ટી સાંપ્રદાયિક સદ્‌ભાવ જગાડવા સદ્‌ભાવના કૂચ યોજશે. કોંગ્રેસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી, તેમજ કોંગ્રેસે મદદની ખાત્રી આપી હતી. પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમે દિલ્હી પોલીસ પર નિશાન તાકી કહ્યું કે, ગૃહમંત્રી કે મંત્રાલયે હિંસા રોકવાની ફરજ છે. દિલ્હી પોલીસની ભારે નિષ્ફળતા જોવા મળે છે. દિલ્હીમાં સીએએ વિરૂદ્ધ હિંસા ભડકી છે. જેમાં ર૦ લોકોનાં મોત થઈ ચૂકયા છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ધારા-૧૪૪ લાગુ છે.