(એજન્સી) નવી દિલ્હી,તા.૩૦
સીપીઆઈએ ર૯ માર્ચે જાહેરાત કરી કે તે ૯૦૦૦ રૂપિયા પ્રતિમાસ ન્યુનતમ પેન્શન આપશે. દિલ્હી અને પોન્ડુચેરીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપશે અને ખેડૂતો માટે એક વખત ઋણમાફી કરશે. તેણે આ વાત પોતાના ચૂંટણી ઢંઢેરામાં જણાવી હતી. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ)એ ખેતમજૂરો માટે એક કાયદો અને ખેતી માટે એક અલગ બજેટનો પણ પ્રસ્તાવ મૂક્યો છે.
પાર્ટીએ જણાવ્યું કે તે મનરેગા યોજના હેઠળ ગેરન્ટીકૃત રોજગાર દિવસોની સંખ્યા વધારીને ર૦૦ દિવસ પ્રતિ પરિવાર કરશે અને ગેરન્ટીકૃત કાયદાના સમયની અંદર મજૂરી ચુકવણી સુનિશ્ચિત કરશે અને બિનકુશળ ખેતી મજૂરો માટે કાયદાકીય લઘુતમ મજૂરી યથાવત રાખશે.
ચૂંટણી ઢંઢેરો જારી કરનાર સીપીઆઈ નેતા ડી. રાજાએ આરએસએસ-ભાજપ પર સખ્ત પ્રહાર કર્યા અને જણાવ્યું કે તે અન્ય સહયોગી દક્ષિણપંથી ઉગ્રવાદી સંગઠનોની સાથે, તેમની વિચારધારા અને એજન્ડાને આગળ વધારવામાં આક્રમક થઈ ગયા છે. જે વિભાજનકારી છે. તેમણે જણાવ્યું કે, આ આપણા બંધારણીય એકમો અને સંસ્થાઓ પર એક હુમલો છે. જે સત્તાવાદ અને લોકતંત્ર વડાપ્રધાન મોદીની વિશેષતાઓ છે. આરએસએસની વિચારધારાએ હંમેશા મુસ્લિમોનું ધ્રુવીકરણનું અને અલગતાવાદનું રાજકારણ કર્યું. વિદેશનીતિમાં ભાજપ સરકારની નિષ્ફળતા અને બીજું ઘણું બધું.
તેમણે જણાવ્યું કે રાજકીય લાભ માટે સશસ્ત્ર દળોનો ઉપયોગ સેનાના મનોબળ માટે ટીકાપાત્ર અને હાનિકારક છે. તેમણે ચૂંટણી ઢંઢેરામાં આ પણ જાહેરાત કરી કે તે તમામ સેવાનિવૃત્ત સંરક્ષણ કર્મચારીઓ માટે વન રેન્ક વન પેન્શનનું અમલીકરણ કરશે. પીડીએસ સિસ્ટમનું સાર્વભૌમત્વ કરશે. આરોગ્ય ક્ષેત્રમાં સકલ ઘરેલુ ઉત્પાદનના છ ટકા ફાળવણી અને ઈસી, સીએજી, આરબીઆઈના કાર્યાત્મક માલિકી સુનિશ્ચિત કરશે.