અમદાવાદ, તા.પ
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ)ના રાષ્ટ્રીય મંત્રી શમીમ ફૈઝી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અર્થે દિલ્હીથી સુરત અને ત્યારબાદ અમદાવાદ આવી રહ્યા છે. તેઓ તા.૬થી ૧ર ડિસેમ્બર સુધી ગુજરાતના પ્રવાસે છે. સીપીઆઈ તરફથી તાપી જિલ્લાના નિઝર આદિવાસી બેઠક ઉપરથી ચુનીલાલ ધારૂભાઈ વળવી તથા અમદાવાદની બાપુનગર બેઠક ઉપરથી એડવોકેટ કમલેશ ભાવસાર ચૂંટણી લડી રહ્યા છે. તા.૬ ડિસેમ્બરે બપોરે ૧ર.૦૦ કલાકે તાપી જિલ્લાના સોનગઢ ખાતે પક્ષની ઓફિસમાં તાપી જિલ્લાના પક્ષના આગેવાનો તથા કાર્યકર્તાઓની બેઠકને સંબોધશે. તથા ૭મી ડિસેમ્બરે બપોરે ૧ર કલાકે નિઝર ખાતે વાંકા ચાર રસ્તા પાસે જાહેર સભાને સંબોધશે. ત્યારબાદ બીજા દિવસે અમદાવાદ જવા રવાના થશે. અને ત્યાં પક્ષના ઉમેદવાર કમલેશ ભાવસાર માટે ચૂંટણી પ્રચાર કરશે. શમીમ ફૈઝી સાથે સીપીઆઈ ગુજરાતના આગેવાનો વિજય શેણમારે, સુગીત પાઠકજી, અશોક કહાર, મહેશ પટેલ તથા તાપી જિલ્લાના પક્ષના મંત્રી છનાભાઈ ગામીત જોડાશે.