(સંવાદદાતા દ્વારા) ઉના, તા.પ
ઊનાના નવાબંદર-સીમર બંદરમાં ચાલતી ગે.કા. ફીસીગ કરતી ૧૫ બોટ ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ છે.
તાજેતરમાં મરીન પોલીસ અધિકારી મંધરા એ ફિસરીઝ અધિકારી જયેશ તોરણીયા અને હાલાઇ સહીતના સ્ટાફને સાથે રાખી દરીયાઇ પેટ્રોલીંગ હાથ ધરતા નવાબંદર સાગર કાંઠા પરથી ૬ બોટ તેમજ સીમર બંદરથી ૯ બોટ ફિસીંગ ગે.કા. કરવા દરીયામાં ગયેલ હોવાની જાણકારી મળતા અને અચાનક સંયુક્ત ચાલતા દરીયાઇ સીમા સુરક્ષા ચેકિંગ દરમ્યાન બન્ને બંદરો માંથી ૧૫ જેટલી નાની મોટી બોટને પકડી પાડી આવા બોટના માલીકો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી બોટના લાયસન્સ રદ કરવાના બદલે માત્ર પ્રત્યેક બોટ પાસે રૂ. ૧૦ હજારનો દંડ કરી તમામ બોટને ચેતવણી આપી છોડી મુકેલ હતી. આમ તો સીઝન માછીમારોની બંધ થતા બાદ કાંઠા પર બોટ લંગારી તેને રીપેરીંગ કામકાજ કરવાનું હોય છે. પણ કેટલાક બોટ માલીકો પોતાની બોટના ચોમાસાના સમય દરમ્યાન પ્રતિબંધ હોવા છતાં માછીની ઉંચી કિંમત મેળવવાની લાલચમાં પોતાના (કાબા જગ્યા) ચોમાસા પહેલા નક્કી કરવાના બહાના હેઠળ જતાં હોય છે. અને ત્યાં જાળ બાંધી દઇ ફિસીંગ કરી સાંજે ફિશનો મોટો જથ્થો મેળવી આવી કાંઠા પર તેમના મળતીયા દ્વારા આ ફિસીંગનો માલ મોટા વેપારીને આપી ઉંચી રકમ મેળવતા હોય છે. આ વર્ષ હજુ બંદરો બંધ થયા બાદ વરસાદ ખેચાતા કેટલાક બોટ માલીકોએ ધંધો શરૂ કરતાની સાથેજ પોલીસ અને ફિસરીઝ વિભાગએ કડક હાથે કામગીરી કરતા પ્રશ્નો માછીમાર સમાજમાં ઉઠવા પામેલ છે.