(એજન્સી) કેલિફોર્નિયા, તા.ર૮
અમેરિકામાં ‘ગોલ્ડન સ્ટેટ ક્લિર’ નામનો કુખ્યાત કેલિફોર્નિયાનો પૂર્વ પોલીસકર્મીની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. શુક્રવારે તેને સંક્રોમેન્ટ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. કેલિફોર્નિયાના પૂર્વ પોલીસકર્મીની પાછલા ૪૦ વર્ષોથી શોધખોળ ચાલી રહી હતી અને ડીએનએ ટેકનિક દ્વારા તેને પકડી પાડવાનું શક્ય બન્યું હતું. ૭ર વર્ષીય જોસેફ જેમ્સ ડીએંગ્લોને વ્હીલચેરમાં બેસાડી કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો અને તે ફરાર થઈ ન જાય માટે તેના બન્ને હાથો વ્હીલચેર પર હાથકડીથી બાંધી દેવામાં આવ્યા હતા. ડીએંગ્લો પર સેંક્રોમેન્ટમાં ર ફેબ્રુ. ૧૯૭૮ના રોજ બ્રાયન અને કેટી મૈગિયોર નામના નવ વિવાહિત યુગલની ગોળી મારી હત્યા નિપજાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ નવદંપતીની હત્યા સિવાય ડિએંગ્લો પર સેન્ટ્રલ નોર્થન અને દક્ષિણ કેલિફોર્નિયામાં ૧૯૭૬થી ૧૯૮૬ દરમિયાન ૧૦ અન્ય હત્યારાઓનો પણ સંદેહ છે. ડિએંગ્લો પર હત્યાઓ ઉપરાંત પ૦થી વધુ બળાત્કારના અને લગભગ ૧પ૦થી વધુ ધાડ પાડવાની ઘટનાઓમાં પણ સામેલ હોવાનો આરોપ છે. ૭૦થી ૮૦ના દશકમાં સમગ્ર કેલિફોર્નિયામાં એની ધાક હતી. ડિએંગ્લોને ગોલ્ડન સ્ટેટ ક્લિરની સાથે ઈસ્ટ એરિયા રેપિસ્ટ, ઓરિજનલ નાઈટ સ્ટાકર જેવા કેટલાય નામોથી ઓળખવામાં આવે છે.