(એજન્સી) તા.૨૬
સમાચાર મુજબ સીરિયાએ અનુભવી રાજદ્વારી ફેસલ મેકદાદને વાલિદ મોઆલમના સ્થાને રવિવારે વિદેશમંત્રી તરીકે નિમણૂંક કરી. જેમનું પાછલા અઠવાડિયે મોત નિપજ્યું હતું. ૬૬ વર્ષીય મેકદાદ ૨૦૦૬થી ઉપ વિદેશમંત્રી હતા. તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં દૂત સહિત કેટલાક રાજદ્વારી પદો પર પણ કામ કર્યું છે. સીરિયન રાષ્ટ્રપિતા બશર અલ-અસદે પણ બશર અલ-જાફરીની નિમણૂંક કરી જે હાલમાં સંયુક્ત રાષ્ટ્રમાં ઉપ વિદેશમંત્રી તરીકે રાજદ્વારી છે. મોઆલમ ૨૦૧૧માં શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર અસદની લોહિયાળ કાર્યવાહીના એક કટ્ટર રક્ષક હતા, જેમણે એક સંઘર્ષ શરૂ કરી દીધો હતો જે હવે લગભગ એક દશકા સુધી ચાલ્યો છે. વર્ષોથી હૃદય સમસ્યાઓથી પીડાયા પછી મોઆલમનું પાછલા સોમવારે ૭૯ વર્ષની ઉંમરમાં અવસાન થયુ છે.