(એજન્સી) તા.ર૪
સંયુકત રાષ્ટ્રએ જણાવ્યું કે પુર્વોત્તર સીરિયામાં અલ હોલ શિબિરમાં જાન્યુઆરીના પ્રથમ છ મહિનામાં ૧ર લોકોનાં મોત થયા હતા. જીનીવામાં સંયુકત રાષ્ટ્રના માનવતાના મામલાઓના સમન્વય કાર્યાલયના એક પ્રવકતા જેન્સ લેર્કેએ જણાવ્યું કે ઓસીએચએ ગંભીર રીતે અલ હોલ શિબિરમાં બગડતી સુરક્ષા સ્થિતિઓથી સંબંધિત છે. જીનીવામાં બે વખતના અઠવાડિક સંયુકત રાષ્ટ્ર મીડિયા બ્રીફિંગમાં તેમણે જણાવ્યું કે, અમે તે અધિકારીઓને બોલાવી રહ્યા છીએ જે શિબિરના રહેવાસીઓની સુરક્ષાને પહેલા અને સૌથી મહત્વપૂર્ણ પરંતુ સાથે જ કામ કરનારા માનવીય કાર્યકર્તાઓને સુનિશ્ચિત કરવા માટે શિબિરમાં સુરક્ષાને નિયંત્રીત કરે છે. તેમણે જણાવ્યું કે લગભગ ૬ર૦૦૦ રહેવાસીઓની સાથે અલી હોલી સીરિયામાં શરણાર્થીઓ અને આંતરિક રીતે વિસ્થાપિત લોકો માટે સૌથી મોટી શિબિર છે. ૮૦ ટકાથી વધુ વસ્તી મહિલાઓ અને બાળકોની છે જે સુરક્ષા અને માનવીય સહાયતા માટે શિબિરમાં રહે છે. તેમણે જણાવ્યું કે હિંસામાં વર્તમાન બુધ્ધી જીવનના દુઃખદ નુકસાનનું પ્રતિનિધિત્વ કરે છે અને આ સંયુકત રાષ્ટ્રને પણ જોખમમાં નાખે છે અને રહેવાસીઓ માટે મહત્વપૂર્ણ માનવીય સહાયતાને સુરક્ષિત રીતે વિતરીત કરવાની માનવીય સહયોગની ક્ષમતાને જોખમમાં નાખી છે. આ પૂછતા કે શિબિરને કોણ નિયંત્રીત કરી રહ્યું છે, લેર્કેએ જણાવ્યું કે, કૂર્દ સૈનિક શિબિરને નિયંત્રીત કરે છે. સંયુકત રાષ્ટ્રના અધિકારી કયારે પણ વાયપીજી આતંકી સમૂહના નામનો ઉપયોગ નથી કરતા. તે ખાસ રીતે ઉલ્લેખ કરવાથી બચે છે કે કયો સમૂહ શિબિરને નિયંત્રીત કરે છે. ઓસીએચએના પ્રવકતાએ જણાવ્યું કે સંયુકત રાષ્ટ્રના અનેક સંગઠન વર્ષોથી અલ હોલી કેમ્પમાં માનવ અધિકારોના ઉલ્લંઘન અને માનવીય સ્થિતિ વિશે નિવેદન આપી રહ્યા છે, પરંતુ કંઈ થયું નથી. લેર્કેએ જણાવ્યું કે સંયુકત રાષ્ટ્ર અને તેના માનવીય ભાગીદાર અલ હોલીને અનેક પ્રકારની મદદ પૂરી પાડે છે જેમાં ઈમરજન્સી અને પ્રાથમિક આરોગ્ય સારસંભાળ, પાણી, આશ્રય, બિન ખાદ્ય પદાર્થ, ખાદ્ય અને સ્વચ્છતા વિતરણ પોષણ અને સંરક્ષણ સામેલ છે.