(એજન્સી) તા.૨૨
સમાચાર મુજબ સીરિયાના ઉત્તર પશ્ચિમી ઈદલિબ રાજ્યમાં એક રશિયન હવાઈ હુમલામાં પાંચ નાગરિક ઘાયલ થયા છે. હુમલાએ દક્ષિણી ઈદલિબમાં અલ-રાની ગામના નાગરિક વસ્તીઓને નિશાન બનાવ્યા. હુમલામાં ઘાયલ લોકોમાં બે બાળકો સામેલ છે. સપ્ટેમ્બર ૨૦૧૮માં તુર્કી અને રશિયાએ ઈદલિબને ડી-એસ્કેલેશન ઝોનમાં બદલવા માટે સંમતિ વ્યક્ત કરી. જેમાં આક્રમકતાના કૃત્યોને સંપૂર્ણપણે રોકી દેવામાં આવશે. સીરિયામાં ૨૦૧૧ની શરૂઆતથી ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું જ્યારે બશર-અલ-અસદ શાસને લોકતંત્ર સમર્થક પ્રર્દશનકારીઓ પર સંકજો કસ્યો. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ હજારો લોકો મૃત્યુ પામ્યા છે અને ૧૦ મિલિયનથી વધુ વિસ્થાપિત થયા છે.
Recent Comments