(એજન્સી) દોહા,તા.૧૪
સીરિયાના ૩૩૦ શરણાર્થીઓએ કતાર ઉપર આક્ષેપો મૂક્યા છે કે એમણે ત્રાસવાદીઓને ફંડ આપ્યું છે. જેના લીધે તેમને ત્રાસવાદીઓના અત્યાચારોનો સામનો કરવો પડ્યો હતો. આ આક્ષેપો પછી કતાર યુકે દ્વારા લેવાયેલ કાયદાકીય પગલાઓનું સામનો કરી રહ્યું છે. શરણાર્થીઓએ આ અઠવાડિયે લંડનની હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. એમણે દાવો કર્યો હતો કે એમણે ત્રાસવાદી સંગઠન અલ-નુસરા ફ્રન્ટના અત્યાચારોનો સામનો કરવો પડ્યો હતો. જે સંગઠનને કતાર નાણાકીય મદદ કરી રહ્યું છે. મોટાભાગના શરણાર્થીઓ યુકેમાં રહે છે. એમણે કતારની દોહા બેંક અને બે ધનિક ધંધાર્થી ભાઈઓ મોઉતાઝ અને રમીઝ પર આ પ્રકારના આક્ષેપો મૂક્યા છે. આ પહેલા આઠ દાવેદારોએ કોર્ટમાં કેસ દાખલ કર્યું હતું અને એમની સુનાવણી આ અઠવાડિયે થવાની હતી, પણ એ સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી કારણ કે ત્રાસવાદી વિરોધી પોલીસ વિભાગે એમના દાવાઓ બાબત તપાસ શરુ કરી હતી કે એમને ધમકીઓ અપાઈ હતી કે કેમ. કોર્ટના દસ્તાવેજો મુજબ શરણાર્થીઓ સીરિયા ત્રાસવાદી સંગઠન અલ-નુસરા ફ્રન્ટ દ્વારા ત્રાસવાદના પીડિતો છે. એમના માનવ અધિકારોનો ભંગ કરવામાં આવ્યો હતો, મનસ્વી ફાંસીઓ આપવામાં આવી હતી. દોહા બેંક અને અન્યોએ કતારના અમીરના કહેવાથી અલ-નુસરાને નાણા પુરા પડ્યા હતા. કતાર દ્વારા ત્રાસવાદીઓને અપાયેલ નાણા એક ત્રાસવાદનું કૃત્ય છે. આગામી સુનાવણી ૨૦૨૧માં થશે. દોહા બેંકની કાયદાકીય ટીમે આક્ષેપો આધાર વિહોણા ગણાવી નકાર્યા છે.