(એજન્સી) તા.૫
સીરિયાના કુખ્યાત અલ-હોલ વિસ્થાપિતોની શીબિરમાંથી છટકયા પછી દાઈશના સમર્થક અને તેના માટે ભરતી કરનારી ચાર મહિલાઓને તેમના નવ બાળકો સ્વિડન પાછા ફરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. તેેઓ બે મહિલા પહેલા છાવણીમાંથી છટકી ગયા હતા અને સ્વિડન પાછા જવા માટે ગ્રીનલાઈટ જેવા સંકેતની રાહ જોતા તૂર્કીમાં રહેતા હતા. મહિલાઓને તેમના બાળકો સાથેના સંબંધની પુષ્ટિ કરવા માટે ડીએનએ પરીક્ષણોમાંથી પસાર થવુ પડ્યુ હતું, જેના કારણે મહિલાઓની તેમના વતનમાં વાપસીમાં વિલંબ થયો છે. તદુપરાંત તેઓમાંથી એક કોવિડ-૧૯ પરીક્ષણમાં પોઝિટિવ જણાયો હતો. સ્વીડિશ બ્રોડકાસ્ટર એસવીટી અનુસાર મહિલાઓની તે સુનિશ્ચિત કરવા માટે પૂછપરછ કરવામાં આવશે કે શું તેઓ ઉગ્રવાદી દાઈશ વિચારધારા સાથે જોડાણ ધરાવે છે કે કેમ અને શું હજી પણ તેઓ કટ્ટરપંથી છે કે કેમ, પરંતુ તેમના બાળકોને રાજ્યની સંભાળમાં લેવામાં આવશે અને નિરીક્ષણ કરવામાં આવશે. કેટલીક મહિલાઓ કથિત રૂપે દાઈશમાં જોડાવવા માટે સીરિયા ગઈ હતી. જ્યારે અન્ય આ જૂથના ઉદ્‌ભવ પહેલા ક્રાંતિની શરૂઆતમાં ત્યાં ગઈ હતી. તેઓ સીરિયાના ઉત્તર-પૂર્વમાં અલ-હોલ છાવણીઓમાં રાખવામાં આવ્યા છે. જ્યાં બીજા હજારો પરિવારો પણ રખાયા છે. તેઓ તસ્કરોની મદદથી ત્યાંથી છટકી શક્યા હતા. આ શીબિરો અને તેના જેવી અન્ય છાવણીઓ, કુર્દિશ લશ્કરો જેમ કે, વાયપીજી અને સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસ (એસડીએફ) દ્વારા સંચાલિત થાય છે, જ્યારથી દાઈશને બે વર્ષ અગાઉ લશ્કરી ક્ષેત્રે પરાજિત કરી દેવાયો હતો. કુર્દ લોકો ઘણા સમયથી પશ્ચિમી દેશોને વિનંતી કરી રહ્યાં છે કે, તેઓ તેમના નાગરિકોને પોતાના દેશોમાં પાછા ફરવા દે અને તેમના ઉપર ઘરેલુ સ્વદેશી કોર્ટોમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ પ્રક્રિયાને મોટાભાગના દેશોએ વખોડી કાઢી હતી કેમ કે, તેઓ માને છે કે, ભૂતપૂર્વ લડવૈયાઓ અને તેમના પરિવારો રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરૂપ છે. કેટલાકે ફક્ત લડવૈયાઓના બાળકો અને અનાથોને પાછા ફરવાની મંજૂરી આપવાના વિકલ્પને પસંદ કર્યો છે. ગયા મહિને છાવણીઓની વિદેશ મંત્રાલયના પ્રતિનિધિ મંડળ દ્વારા મુલાકાત લીધા પછી માનવતાવાદી પરિસ્થિતિ જોવા મલી હતી. સ્વીડિશ નાગરિકો પોતાના વતને પરત ફરે તેવી વાતચીત ચર્ચા દરમિયાન થઈ હતી. સ્વીડન ઈચ્છે છે કે, ભૂતપૂર્વ દાઈશ લડવૈયાઓ તેમના વતની દેશો તરફ પાછા ન ફરે અને તેમની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.