(એજન્સી) તા.૧૩
હાલમાં દેશમાં પડેલા દુષ્કાળને ઘટાડવાના પ્રયાસમાં સંપૂર્ણ સીરિયાની મસ્જિદોમાં કાલે વરસાદ માટે દુવા કરવામાં આવી. દુવા માટે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. હાલમાં અઠવાડિયાઓમાં જંગલની આગના કારણે લેબેનાન, સીરિયા અને ઇઝરાયેલના હજારો લોકો ભાગી ગયા. સીરિયામાં સૌથી વધુ તાપમાનની સુચના મળી છે. શુક્રવારથી યુદ્ધગ્રસ્ત દેશમાં કુલ ૧૫૬ આગની ઘટના નોંધવામાં આવી જેમાં લતાકિયા રાજ્યમાં ૯૫ ટાર્ટસમાં ૪૯ અને હોમ્સમાં ૧૨ સામેલ છે. જણાવવામાં આવે છે કે આગે અનેક હેકટર જમીન નષ્ટ કરી દીધી.
Recent Comments